ગુરુવાર, 3 એપ્રિલ, 2014

રોજ વાપરી શકાય તેવા કે વપરાતા ઓપન સોર્સ પ્રોગ્રામો

  1. લીબ્રે ઓફીસ માઇક્રોસોફ્ટ ઓફીસ ની જગ્યાએ વાપરી શકાય તેવું ઓપન સોર્સ સોફ્ટ્વેર.

  2. GIMP ગ્નોમ ઈમેજ મેનીપ્યુલેશન પ્રોગ્રામ ફોટો શોપ ની જગ્યાએ વાપરી શકાય તેવો પ્રોગ્રામ.

  3. વીએલસી મીડિયા પ્લેયર ઑહ ! આ ઓપન સોર્સ પ્રોગ્રામ છે?

  4. મોઝીલા ફાયરફોક્ષ વેબ બ્રાઊઝ્રર આ પણ! ઓપન સોર્સ પ્રોગ્રામ છે.

  5. જાવા પ્રોગ્રામીંગ માટેની ભાષા જે ઘણા બધા ઊપકરણો માં વાપરવામાં આવે છે.

  6. ટ્ક્ષ પેઈન્ટ આ એવો ઓપન સોર્સ પ્રોગ્રામ છે કે જે બાળકો ને ખૂબજ ગમશે. જરૂર ડાઉન 

    લોડ કરો નીચે ની લિંક ઉપરથી. http://www.tuxpaint.org/download/windows/



    આમ તો આ લિસ્ટ ઘણુંજ લાંબુ થઈ શકે તેમ છે પણ આજના માટે આટલું જ રાખીશ.

     
    લીબ્રે ઓફીસ એ સ્ટાર ઓફીસ તેમજ સન ના ઓપન ઓફીસ નું ડાયરેક્ટ વારસદાર છે

    (સામાન્ય માણસો ની સમજ માટે) ઓરેકલ દ્વારા ઓપન ઓફીસ બંધ કરવાનુ નક્કી કરવામા 

    આવ્યુ ત્યારે ધી ડોક્યુમેંટ ફાઉન્ડેશન દ્વારા કોમ્યુનીટી ની મદદ થી તૈયાર કરવામા આવેલ 

    સોફ્ટ્વેર છે. જે માઇક્રોસોફ્ટ ઓફિસમાં આવતા પ્રોગ્રામો ધરાવે છે. રાઇટર કે જે વર્ડ ના જેવું 

    છે એક્સલ જેવું કેલ્ક છે. ઈમ્પ્રેસ એ પાવરપોઇંટ જેવું છે. બેસ એ એક્સેસ ની જેમ ડેટા બેસ 

    સોફ્ટ્વેર છે. ડ્રૉ એ ડ્રોઇંગ નો પ્રોગ્રામ છે. આ લખાણ પણ તેના દ્વારા તૈયાર કરેલ છે. જોઇ

    શકો છો કે આમાં એક આઇકૉન પીડીએફ નો જોઇ શકો છો. હાં સીધુ પીડીએફ બનાવી શકાય

     છે.
     
    ગુજરાતી કે અન્ય ભાષા માટે સ્પેલિંગ ચેકર છે .


    GIMP ગ્નોમ ઈમેજ મેનીપ્યુલેશન પ્રોગ્રામ આ લખાણ માં વાપરેલ બધાંજ ફોટા ઓ તે માંજ 

    એડીટ કરેલા છે. જો કે તે વાપરવાનું શરૂઆતમાં કદાચ થોડું અઘરું લાગી શકે છે. કારણ કે 

    તેના ટુલ બાર ફ્લોટિંગ છે. જે નીચે ના ફોટા માં જોઇ શકાય છે. મારો ઇરાદો એની ટ્રેનિંગ 

    આપવાનો અત્યારે તો નથી એટલે વધારે તો લખતો નથી.

     


    વીએલસી મીડિયા પ્લેયર કદાચ હાલ માં બધાના કૉમ્પ્યુટર માં હશે. કારણ કે જે પ્લેયર 

    બધાંજ ફોરમેટ પ્લે કરી શકે છે જે વિંડોઝ મીડિયા પ્લેયર પ્લે નથી કરી શકતું.

    મોઝીલા ફાયરફોક્ષ અને જાવા વિષે તો લગભગ બધાંજ જાણે છે. એટલે વધારે લખતો નથી.

    ટક્ષ પેઈન્ટ એના માટે હું માત્ર થોડા ફોટા મુકીશ. લાઇન્સ બ્રશ ની સાઇઝ પ્રકાર જોઇ શકો  છો

     


     
    તેમાં ના કેટલાક સ્ટેમ્પ. હાં અવાજ સાથે ના એટલે કે તમારા બાળક નું ચિત્ર અવાજ સાથે બને.

     

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો