મીત્રો. આજે મારા બ્લોગની શરુઆત કરી રહ્યો છુ ત્યારે એના નામ વિષે થોડું જાણીએ.
ઓપન સોર્સ એટ્લે જેનો સોર્સ ખુલ્લો મુક્વામાં આવેલો છે તેવો પ્રોગ્રામ.
આ વાત્ત આમ તો કમ્પ્યુટરના સોફ્ટ્વેર પ્રોગ્રામને લાગુ પડે છે. આજના સમયમા કોમ્પ્યુટર એ આપ્ણા સૌને માટે જરૂરી બની ગયુ છે ત્યારે તેના વીષે જાણવુ જરૂરી બની ગયુ છે. આ બ્લોગ દ્વારા મારો પ્રયત્ન તેના વીષે થોડી માહીતી આપવાનો રહેશે.
કોમ્પ્યુટર ઑપરેટીંગ સીસ્ટમ એટલે (યંત્ર અને આપણી વચ્ચે નો દુભાષીયો).
વિષ્વમા આજે સૌથી પ્રસિધ્ધ ઓપરેટીંગ સીસ્ટ્મ છે માઇક્રોસોફ્ટ વિંડોસ, એપલ મેકીનટોસ અને લીનક્ષ (જે ફ્રી અને ઓપન સોર્સ ) છે. હું અહીયા સામાન્ય માણસો ને સમજવા મા સરળ રહે એવી રીતે લખવાનો પ્રયત્ન કરવાનો છુ માટે મારા techie friends મને કેટ્લીક ક્ષતી ઑ માટે માફ કરશે એવી આશા રાખુ છું.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો