ગુરુવાર, 3 એપ્રિલ, 2014

રોજ વાપરી શકાય તેવા કે વપરાતા ઓપન સોર્સ પ્રોગ્રામો

  1. લીબ્રે ઓફીસ માઇક્રોસોફ્ટ ઓફીસ ની જગ્યાએ વાપરી શકાય તેવું ઓપન સોર્સ સોફ્ટ્વેર.

  2. GIMP ગ્નોમ ઈમેજ મેનીપ્યુલેશન પ્રોગ્રામ ફોટો શોપ ની જગ્યાએ વાપરી શકાય તેવો પ્રોગ્રામ.

  3. વીએલસી મીડિયા પ્લેયર ઑહ ! આ ઓપન સોર્સ પ્રોગ્રામ છે?

  4. મોઝીલા ફાયરફોક્ષ વેબ બ્રાઊઝ્રર આ પણ! ઓપન સોર્સ પ્રોગ્રામ છે.

  5. જાવા પ્રોગ્રામીંગ માટેની ભાષા જે ઘણા બધા ઊપકરણો માં વાપરવામાં આવે છે.

  6. ટ્ક્ષ પેઈન્ટ આ એવો ઓપન સોર્સ પ્રોગ્રામ છે કે જે બાળકો ને ખૂબજ ગમશે. જરૂર ડાઉન 

    લોડ કરો નીચે ની લિંક ઉપરથી. http://www.tuxpaint.org/download/windows/



    આમ તો આ લિસ્ટ ઘણુંજ લાંબુ થઈ શકે તેમ છે પણ આજના માટે આટલું જ રાખીશ.

     
    લીબ્રે ઓફીસ એ સ્ટાર ઓફીસ તેમજ સન ના ઓપન ઓફીસ નું ડાયરેક્ટ વારસદાર છે

    (સામાન્ય માણસો ની સમજ માટે) ઓરેકલ દ્વારા ઓપન ઓફીસ બંધ કરવાનુ નક્કી કરવામા 

    આવ્યુ ત્યારે ધી ડોક્યુમેંટ ફાઉન્ડેશન દ્વારા કોમ્યુનીટી ની મદદ થી તૈયાર કરવામા આવેલ 

    સોફ્ટ્વેર છે. જે માઇક્રોસોફ્ટ ઓફિસમાં આવતા પ્રોગ્રામો ધરાવે છે. રાઇટર કે જે વર્ડ ના જેવું 

    છે એક્સલ જેવું કેલ્ક છે. ઈમ્પ્રેસ એ પાવરપોઇંટ જેવું છે. બેસ એ એક્સેસ ની જેમ ડેટા બેસ 

    સોફ્ટ્વેર છે. ડ્રૉ એ ડ્રોઇંગ નો પ્રોગ્રામ છે. આ લખાણ પણ તેના દ્વારા તૈયાર કરેલ છે. જોઇ

    શકો છો કે આમાં એક આઇકૉન પીડીએફ નો જોઇ શકો છો. હાં સીધુ પીડીએફ બનાવી શકાય

     છે.
     
    ગુજરાતી કે અન્ય ભાષા માટે સ્પેલિંગ ચેકર છે .

સોમવાર, 31 માર્ચ, 2014




મીત્રો. આજે મારા બ્લોગની શરુઆત કરી રહ્યો છુ ત્યારે એના નામ વિષે થોડું જાણીએ.
ઓપન સોર્સ એટ્લે જેનો સોર્સ ખુલ્લો મુક્વામાં આવેલો છે તેવો પ્રોગ્રામ.
આ વાત્ત આમ તો કમ્પ્યુટરના સોફ્ટ્વેર પ્રોગ્રામને લાગુ પડે છે. આજના સમયમા કોમ્પ્યુટર એ આપ્ણા સૌને માટે જરૂરી બની ગયુ છે ત્યારે તેના વીષે જાણવુ જરૂરી બની ગયુ છે. આ બ્લોગ દ્વારા મારો પ્રયત્ન તેના વીષે થોડી માહીતી આપવાનો રહેશે.
કોમ્પ્યુટર ઑપરેટીંગ સીસ્ટમ  એટલે (યંત્ર અને આપણી વચ્ચે નો દુભાષીયો).
વિષ્વમા આજે સૌથી પ્રસિધ્ધ ઓપરેટીંગ સીસ્ટ્મ  છે માઇક્રોસોફ્ટ વિંડોસ, એપલ મેકીનટોસ અને લીનક્ષ (જે ફ્રી અને ઓપન સોર્સ ) છે. હું અહીયા સામાન્ય માણસો ને સમજવા મા સરળ રહે એવી રીતે લખવાનો પ્રયત્ન કરવાનો છુ માટે મારા techie friends મને કેટ્લીક ક્ષતી ઑ માટે માફ કરશે એવી આશા રાખુ છું.